Monday, May 16, 2011

નિશાળ - એક મુંઝવણ

વર્ષો પહેલા, જયારે હું ભણતો હતો ત્યારે નિશાળમાં પ્રવેશ મેળવવો એક ખૂબ જ સીધી અને સરળ પ્રક્રિયા હતી. ખાસ કરીને મારા વાલીઓ માટે. એ સમયે "જૂથ" પ્રક્રિયાએ દરેક વાલીઓનો સામાન્ય તર્ક હતો. જો એક શેરીના બાળકો "X" શાળામાં જાય તો તેમના પછીના બધા બાળકો પણ "X" શાળામાં જ જાય. વધુ માં વધુ આની ચર્ચા વાલીઓ પોતાના મિત્ર વર્તૂળમાં અથવા કાર્યાલયમાં કરે. એ સમય માં ચર્ચા નો ખાસ મુદ્દો ફક્ત એક જ હતો. અંગ્રેજી માધ્યમમાં ભણવવું કે પછી ગુજરાતી માધ્યમમાં? અને ઘર થી શાળા ની દૂરી અથવા સહશિક્ષા જેવા પ્રશ્નો પણ ક્યારેક ચર્ચાઈ જતા.

આજે, (ખાસ કરી ને અમદાવાદના દ્રષ્ટિકોણથી), એવું લાગે છે કે આ એક જટિલ અને મૂંઝવણ ભરેલ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્ય બોર્ડ (જેમાં કોઈ જવા નથી માંગતું) સિવાય કેન્દ્રિય બોર્ડ અને ICSE (Council for the Indian School Certificate Examinations ) છે. આ સિવાય International Baccalaureate પણ છે. શાળાની ફીમાં જે વધારો છે તેના વિષે શું કહેવું? ઘણી શાળાઓ તો ઘોડા સવારી અને તરવા જેવું પણ શીખાડે છે. ઘણી શાળામાં તો દર ૨૦ છોકરા માટે ૧ શિક્ષક હોય છે. ઘણી શાળા એવો દાવો કરે છે કે તેઓ બાળકો ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી કરતા. જેમકે ઘરે લેસન નહિ આપે અને કોઈ જાતની પરીક્ષા નહિ. એવી શાળાઓ પણ છે કે જે બાળકોના વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસ નો દાવો કરે છે અને અન્ય જાત જાતના ફાયદાઓ દેખાડે છે.

કહેવાનો તાત્પર્ય એ કે આ બધું ખરાબ નથી. પણ, શું ખરેખર ઝીંદગી આવી છે? શું તમે બાળકોને આવતા ૧૦ વર્ષ માટે એક આદર્શ શાળામાં એટલા માટે જ ભણશો કે આગળ નો જમાનો ખૂબ જ કઠીન છે અને તેનો સામનો કરવું સરળ નથી? આ ખરેખર બાળકો અને વાલીઓ માટે ખૂબ જ ચિંતા જનક વિષય છે અને હકિકતમાં અઘરું પણ છે. શું એ એક સારો વિચાર છે કે આવતા ૧૦-૧૫ વર્ષ બાળકોને "superhero " બનાવવા માટે આવી શાળા માં ભણાવીએ અને પછી બાળકો ને ખબર પડે કે દરેક વ્યક્તિ જાંગીયા અંદર જ પહેરે છે - પેન્ટ ને ઉપર નહિ. અથવા એ સારું કે જેમાં બાળકો ને ભાવવા માં આવે, ઘરે લેસન આપવામાં આવે અને સમયસર પરીક્ષા થાય વગેરે વગેરે???

શું હું પસંદ કરીશ કે બાળકને વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવે. શાળામાં અને ઘરે પણ. અને ૧૦-૧૫ વર્ષ પછી એને ખબર પડે કે તેના પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવા વાળું કોઈ નથી અથવા કોઈને પડી નથી. કે પછી હું એવું પસંદ કરીશ કે આવતા ૧૦ વર્ષ સુધી કોઈ પરીક્ષા નહિ અને પછી દર વર્ષે એક ખૂબ જ અઘરી પરીક્ષા સામે ઉભી છે જેમાં જોરદાર હરીફાઈ છે.

હું અહી કોઈ નિર્ણય લેતો નથી કે કોઈ  સચોટ રસ્તો બતાવતો. હું ખરેખર જાણવા માંગું છું કે જે આ બધી શાળાઓ કરે છે એ સારું અને સાચું છે? જો હોય તો અમારા જેવા ૯૦% લોકો ૧૦૦% ખોટું ભણ્યા છીએ? જે પણ અમે ભણ્યા છીએ (સરકારી શાળાઓમાં) તેનાથી અમે આ હકિકતની ઝીંદગીમાં સફળતા મેળવવામાં મદદ મળી છે. તો શું આ આજની ભણતરની પદ્ધતિથી ભણેલા બાળકો હકિકત ની ઝીંદગી નો સામનો સારી રીતે કરશે? શું તેમને અમારા કરતા સારી સફળતા મળશે? કે પછી તેઓ મરઘીની જેમ, ઈંડા જેવા એક સંપૂર્ણ સુરક્ષા કવચમાંથી બહાર નીકળ્યા પછી જ જાણશે કે ખરેખર ની ઝીંદગી માં તેઓ એક મરઘી છે.

1 comment:

  1. Dear Vikas, I don't have gujarati phont. You have written absolutely right.
    People appreciate our progress due to our education which you have describe nicely.
    Your suggestion is right that future is very tough. We are try at our Pandora Education Trust. Ours is a burden free education.
    It is an old wine in new bottle. We have recently started with Mexus Edu system. I invite for a day for your study & observations.After your visit you can recommend the system. We shall be glad to impart the system.
    Dr Bharat Agrawal
    Gandhidham. 9825225599

    ReplyDelete